એક દ્રાવણમાં પેન્ટેન અને હેક્સેનનો મોલ ગુણોત્તર $1:4$ છે. $20 \ ^oC$ તાપમાને શુદ્ધ હાઇડ્રોકાર્બનનું બાષ્પ દબાણ પેન્ટેન માટે $440 \ mm \ Hg$ અને હેક્સેન માટે $120 \ mm \ Hg$ છે. બાષ્પ કલામાં પેન્ટેનનો મોલ અંશ કેટલો હશે?

  • A
    $0.549$
  • B
    $0.2$
  • C
    $0.786$
  • D
    $0.478$

Explore More

Similar Questions

$0.001 \ M$ $A_x B_y[Fe(CN)_6]$ ના ઠારબિંદુમાં અવનયન $5.58 \times 10^{-3} \ K$ છે. જો $Fe$ નો ઓક્સિડેશન આંક $+2$ હોય અને $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$ હોય, તો $A$ અને $B$ કેટાયન માટે શક્ય પ્રકારોની કુલ સંખ્યા કેટલી છે?

$39 \ g$ બેન્ઝીનમાં $0.5 \ g$ અબાષ્પશીલ બિન-આયનીય દ્રાવ્ય ઓગાળતા,તેનું બાષ્પદબાણ $650 \ mm \ Hg$ થી ઘટીને $640 \ mm \ Hg$ થાય છે. દ્રાવ્ય ઉમેરવાથી બેન્ઝીનના ઠારબિંદુમાં થતો ઘટાડો ($K$ માં) કેટલો હશે?
(આપેલ માહિતી: બેન્ઝીનનું મોલર દળ અને મોલલ ઠારબિંદુ અવનયન અચળાંક અનુક્રમે $78 \ g \ mol^{-1}$ અને $5.12 \ K \ kg \ mol^{-1}$ છે.)

$1.24 \ g$ $AX_2$ (મોલર દળ $124 \ g \ mol^{-1}$) ને $1 \ kg$ પાણીમાં ઓગાળતા બનતા દ્રાવણનું ઉત્કલનબિંદુ $100.0156^{\circ} C$ છે,જ્યારે $25.4 \ g$ $AY_2$ (મોલર દળ $250 \ g \ mol^{-1}$) ને $2 \ kg$ પાણીમાં ઓગાળતા બનતા દ્રાવણનું ઉત્કલનબિંદુ $100.0260^{\circ} C$ છે. $K_{b}(H_2O) = 0.52 \ K \ kg \ mol^{-1}$. નીચેનામાંથી કયું સાચું છે?

બેન્ઝીન અને નેપ્થલીન ઓરડાના તાપમાને આદર્શ દ્રાવણ બનાવે છે. આ પ્રક્રિયા માટે,સાચું વિધાન (વિધાનો) કયું (કયા) છે?
$(A)$ $\Delta G$ ધન છે
$(B)$ $\Delta S_{\text{system}}$ ધન છે
$(C)$ $\Delta S_{\text{surroundings}} = 0$
$(D)$ $\Delta H = 0$

જ્યારે $AB$ અને $AB_2$ સંયોજનોના $1 \ g$ ને અલગ-અલગ $15 \ g$ પાણીમાં ઓગાળવામાં આવે છે,ત્યારે તેઓ પાણીના ઉત્કલન બિંદુમાં અનુક્રમે $2.7 \ K$ અને $1.5 \ K$ નો વધારો કરે છે. $A$ નું પરમાણ્વીય દળ ($amu$ માં) $........ \times 10^{-1}$ છે (નજીકનો પૂર્ણાંક). (આપેલ છે: મોલલ ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક $K_b = 0.5 \ K \ kg \ mol^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo